પોસ્ટ્સ

વીર યોધ્ધા હમીરજી ગોહિલ - Khant Rajput Samaj

છબી
ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે.  કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં સ્વત્રંતતાના સંગ્રામમાં શહીદ થયા છે.  આવા જ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાનાં હમીરજી ગોહિલ.  અરઠીલા ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજયનાં અમરેલી જિલ્લામાં આવેલુ છે. આ પ્રદેશ ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે.  આમ અરઠીલાના ભીમજી ગોહિલને ત્રણ કુંવર થયા જેમાં દુદાજી, અરજણજી અને હમીરજી.  અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીના ૧૧ ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢીયાળા ગામની ગાદી સંભાળતા હતા.  આમ સૌરાષ્ટ્ર પ્રદેશનાં ગોહિલવાડના રાજકુંટુંબમાં જન્મ લઈને પોતાના કુળને છાજે તે રીતે જીવન જીવતા હતાં.  હમીરજી ગોહિલ આમતો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પુર્વજ હતા.  ગોહિલવાડથી મારવાડ તરફ પ્રયાણ:  અરજણજી અને હમીરજીને અંતરે ગાંઠયુ હતી તેમને બન્નેને ખુબજ પ્રેમ હતો.  એક દિવસ બન્યું એવુકે ગઢાળીના દરબારગઢમાં બે કુકડા વચ્ચે લડાઈ જામી છે. બંને કુકડા લોહીલુહાણ થઈ ગયા છે. એક કુકડો અરજણજીનો છે અને બીજો હમીરજીનો છે.  બંને પક્ષ તર

ખાંટ રાજપૂત સમાજ ની ઉત્પતિ અને ખાંટ શી રીતે કહેવાયા. [History of Khant Rajput Samaj]

છબી
ખાંટ રાજપૂત સમાજ ની ઉત્પતિ અને ખાંટ શી રીતે કહેવાયા. [History of Khant Rajput Samaj] અખિલ સૌરાષ્ટ્ર ખાંટ જ્ઞાતિ સેવા સમાજની ઉત્પતિ બારોટના ચોપડા તથા ઈતિહાસ ઉપરથી જાણવામાં આવે છે કે સવંત ૧૪૨૪ ની સાલમાં બાદશાહ મહમદ બેગડો સોરઠ ભૂમિ ઉપર સાગર કાંઠે સોમનાથ મહાદેવ મંદિર ને લુંટવા ધસી આવે છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજપુતના દળો સૌમેયાની સખાતે પોતાના માય્ડા દેવા તૈયાર થઈ રહ્યા છે. જેની સાથે લાઠીનો લાડીલો કુંવર હમીરજી પણ સોમનાથની સખાતે જઈ રહ્યા છે. ત્યાં બીજાઓ આધ્ય ખાંટ ભાઈઓમાંના સુરવીર ગણા ના વડીલ શ્રી ખાંટ અમરેશ ડાભી, મેહ મોરબીયા અને પાતલજી ભૂટો વેગેરે સુરવીર સાથે સામેલ થયા હતા. અત્યારના સુધારક જમાના માં એક ઠેકાણે થી બીજે ઠેકાણે આવવા જવા માટેના ધણા યાંત્રિક સાધનો છે પરંતુ આ વખતે એટલે કે સવંત ૧૪૨૪ માં આવા સાધનો હતા નહિ. માણસો પગપાળા ચાલીને અથવા ધોડા ઉપર, ઉટ પર સવારી કરી એક ગામેથી બીજા ગમે જવા આવતા અને સાંજ પડે ત્યાં વિશ્રાંતિ કરતા. આ રીતે સોમનાથ મહાદેવ ના રક્ષણ અથે અને બાદશાહ બેગડા સામે લડાઈ કરી મહાદેવ ની રક્ષા ખાતર ખપી જવું બહેતર માની આ બધા સુરવીર ભાઈઓ સોમનાથ ભણી ચાલતા થયા. આમ રસ્તામાં વેગડા ભીલનો

ખાંટ રાજપૂત સમાજનો ઇતિહાસ [History of Khant Rajput Samaj]

છબી
ખાંટ રાજપૂત સમાજનો ઇતિહાસ [History of Khant Rajput Samaj] સો પ્રથમ પાંચ વંશ ના મુખ્ય રાજપુતો ઉત્પન્ન થયા.પરમાર, યાદવ, રાઠોડ, ચૌહાણ , અને પછી વધારો ગયો… આપણી જ્ઞાતી નો સમાવેશ ક્ષત્રિય વંશમાં થાય છે.આપણી જ્ઞાતી ની ઉતપતીની પ્રસિધ્ધ કથા હમીરજી ગોહિલ સાથે જોડાયેલી છે. 1424 (ઇ.સ.1467) માં સોમનાથ પર આક્રમણ થયું. ત્યારે લાઠીના હમીરજી ગોહિલ અને બીજા રાજપુતો અનેક લોકો શહીદ થયા.56 (છપ્પન) શાખ(અટક) પાડી. જે આજે પણ છે. આપણી છપન જાતિની અટકની ઓળખાણ આ નીચે પ્રમાણે ટાંકવામાં આવે છે. ૧. મકવાણા ૨. મોરબીયા ૩. લાલકીયા ૪. ડાભી ૫. ભાખોતારા ૬. ચાવડા ૭. વાગડિયા ૮. મોરી ૯. સોલંકી ૧૦. રાઠોડ ૧૧. ગુજરાતી ૧૨. કંડોલિયા ૧૩. વણાર ૧૪. સરવૈયા ૧૫. પરમાર ૧૬. વાધેલા ૧૭. જેઠવા ૧૮. ભાડેલિયા ૧૯. ચૌહાણ ૨૦. સરમાળી ૨૧. વેગડવા ૨૨. પીપળીયા ૨૩. ભોંકીયા ૨૪. ઝાલા ૨૫. ગોહેલ ૨૬. ભેડા ૨૭. ભાલીયા ૨૮. મુળિયા ૨૯. ભીલ ૩૦. બારૈયા ૩૧. જોળિયા ૩૨. મેરવાળા ૩૩. ત્રાજીયા ૩૪. ડોડીયા ૩૫. બાંટવીયા ૩૬. ધુંધરાળા ૩૭. દેવધરીયા ૩૮. મેધવડા ૩૯. પાટલીયા ૪૦. બોરેચા ૪૧. ખસિયા ૪૨. નાવડીયા ૪૩. રોજ્કીયા ૪૪. મેર-ડાંગર ૪૫. દેરડીયા ૪૬. મીતીયાણા ૪૭. વળાયા ૪૯. ધધુકીયા