ખાંટ રાજપૂત સમાજ ની ઉત્પતિ અને ખાંટ શી રીતે કહેવાયા. [History of Khant Rajput Samaj]

ખાંટ રાજપૂત સમાજ ની ઉત્પતિ અને ખાંટ શી રીતે કહેવાયા. [History of Khant Rajput Samaj]

ખાંટ રાજપૂત સમાજ ની ઉત્પતિ અને ખાંટ શી રીતે કહેવાયા. [History of Khant Rajput Samaj]


અખિલ સૌરાષ્ટ્ર ખાંટ જ્ઞાતિ સેવા સમાજની ઉત્પતિ બારોટના ચોપડા તથા ઈતિહાસ ઉપરથી જાણવામાં આવે છે કે

સવંત ૧૪૨૪ ની સાલમાં બાદશાહ મહમદ બેગડો સોરઠ ભૂમિ ઉપર સાગર કાંઠે સોમનાથ મહાદેવ મંદિર ને લુંટવા ધસી આવે છે.

ત્યારે સૌરાષ્ટ્રના રાજપુતના દળો સૌમેયાની સખાતે પોતાના માય્ડા દેવા તૈયાર થઈ રહ્યા છે.

જેની સાથે લાઠીનો લાડીલો કુંવર હમીરજી પણ સોમનાથની સખાતે જઈ રહ્યા છે.

ત્યાં બીજાઓ આધ્ય ખાંટ ભાઈઓમાંના સુરવીર ગણા ના વડીલ શ્રી ખાંટ અમરેશ ડાભી, મેહ મોરબીયા અને પાતલજી ભૂટો વેગેરે સુરવીર સાથે સામેલ થયા હતા.

અત્યારના સુધારક જમાના માં એક ઠેકાણે થી બીજે ઠેકાણે આવવા જવા માટેના ધણા યાંત્રિક સાધનો છે પરંતુ આ વખતે એટલે કે સવંત ૧૪૨૪ માં આવા સાધનો હતા નહિ.

માણસો પગપાળા ચાલીને અથવા ધોડા ઉપર, ઉટ પર સવારી કરી એક ગામેથી બીજા ગમે જવા આવતા અને સાંજ પડે ત્યાં વિશ્રાંતિ કરતા.

આ રીતે સોમનાથ મહાદેવ ના રક્ષણ અથે અને બાદશાહ બેગડા સામે લડાઈ કરી મહાદેવ ની રક્ષા ખાતર ખપી જવું બહેતર માની આ બધા સુરવીર ભાઈઓ સોમનાથ ભણી ચાલતા થયા.

ખાંટ રાજપૂત સમાજ ની ઉત્પતિ અને ખાંટ શી રીતે કહેવાયા. [History of Khant Rajput Samaj]


આમ રસ્તામાં વેગડા ભીલનો મેળાપ થયો.

આ વેગડો ભીલ પણ એક સુરવીર લડવૈયા હતા.આથી એક બીજાને ધણો જ આંનદ થયો અને વેગડા ભીલે બધા સુરવીર ભાઈઓને આગ્રહ કરી પોતાને ત્યાં રાતવાસો કરી જવાનું કરી કહ્યું અને હું પણ તમારી સાથે મદદમાં આવીશ એટલે બધા ભાઈઓ ત્યાં રોકાણા.

આ આરસામાં વેગડા ભીલે કહયું કે, ભાઈઓ તમો બધા સાતવીશું સુભ્ટ્ટો કુવારા છો વળી આશાભર્યું જુવાન સુરવીરો અને બાદશાહ સામે ધીન્ગાળું કરવા જાવ છો તો કુવારા આવે જોખમ ખેડવા જતા કદાચ આપણો પરાજય થાય તો કુંવારા અસરગતીને પામશો માટે તમો તમામ ભાઓને મારો ઉદેશ છે કે અત્રે હમણાં જ તમો બધા મારા કુળ ની કન્યાઓને પરણો તો સતગતીને પામશો.

આમ વેગડા ભીલના અતિ આગ્રહ ને માન આપી બધા સુભ્ટ્ટો ત્યાં ભીલની કન્યાઓને પરણ્યા.

આ રીતે ઓચિંતા રસ્તામાં આ વેગડા ભીલનો ભેટો થયો.

અને બધા ભાઈઓ કુંવારા હતા તે પરણ્યા અને આ રીતે વેગડા ભીલની કન્યાઓ મળતા આપણે ખાટ્યા એમ માની આજથી આપણે ખાંટ એ નિશાની યાદ ખાતર ખાટ્યા જેથી ખાંટ કહેવાયા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ખાંટ રાજપૂત સમાજનો ઇતિહાસ [History of Khant Rajput Samaj]

વીર યોધ્ધા હમીરજી ગોહિલ - Khant Rajput Samaj