ખાંટ રાજપૂત સમાજનો ઇતિહાસ [History of Khant Rajput Samaj]

ખાંટ રાજપૂત સમાજનો ઇતિહાસ [History of Khant Rajput Samaj]

ખાંટ રાજપૂત સમાજનો ઇતિહાસ [History of Khant Rajput Samaj]


સો પ્રથમ પાંચ વંશ ના મુખ્ય રાજપુતો ઉત્પન્ન થયા.પરમાર, યાદવ, રાઠોડ, ચૌહાણ , અને પછી વધારો ગયો…

આપણી જ્ઞાતી નો સમાવેશ ક્ષત્રિય વંશમાં થાય છે.આપણી જ્ઞાતી ની ઉતપતીની પ્રસિધ્ધ કથા હમીરજી ગોહિલ સાથે જોડાયેલી છે.
1424 (ઇ.સ.1467) માં સોમનાથ પર આક્રમણ થયું. ત્યારે લાઠીના હમીરજી ગોહિલ અને બીજા રાજપુતો અનેક લોકો શહીદ થયા.56 (છપ્પન) શાખ(અટક) પાડી. જે આજે પણ છે.
આપણી છપન જાતિની અટકની ઓળખાણ આ નીચે પ્રમાણે ટાંકવામાં આવે છે.

૧. મકવાણા
૨. મોરબીયા
૩. લાલકીયા
૪. ડાભી
૫. ભાખોતારા
૬. ચાવડા
૭. વાગડિયા
૮. મોરી
૯. સોલંકી
૧૦. રાઠોડ
૧૧. ગુજરાતી
૧૨. કંડોલિયા
૧૩. વણાર
૧૪. સરવૈયા
૧૫. પરમાર
૧૬. વાધેલા
૧૭. જેઠવા
૧૮. ભાડેલિયા
૧૯. ચૌહાણ
૨૦. સરમાળી
૨૧. વેગડવા
૨૨. પીપળીયા
૨૩. ભોંકીયા
૨૪. ઝાલા
૨૫. ગોહેલ
૨૬. ભેડા
૨૭. ભાલીયા
૨૮. મુળિયા
૨૯. ભીલ
૩૦. બારૈયા
૩૧. જોળિયા
૩૨. મેરવાળા
૩૩. ત્રાજીયા
૩૪. ડોડીયા
૩૫. બાંટવીયા
૩૬. ધુંધરાળા
૩૭. દેવધરીયા
૩૮. મેધવડા
૩૯. પાટલીયા
૪૦. બોરેચા
૪૧. ખસિયા
૪૨. નાવડીયા
૪૩. રોજ્કીયા
૪૪. મેર-ડાંગર
૪૫. દેરડીયા
૪૬. મીતીયાણા
૪૭. વળાયા
૪૯. ધધુકીયા
૫૦. ધાવડિયા
૫૧. કોટીલા
૫૨. નાધેરી
૫૩. જામેસા
૫૪. ભૂતિયા
૫૫. વેગડા
૫૬. વારૈયા



ખાંટ જ્ઞાતિની દષિટીએ બીલખા રાજધાની જેવું હતું. બિલખા નું જુનૂ નામ બલીસથાન હતું.
વિક્રમસંવત 1778 માં સવદાસ મેર નામ ના ખાંટ સરદારે બીલખાનો ગરાસ(ગઢ) જીતેલ હતો.અને બીલખા નીચે 24 ગામો હતા.

તે યુદ્ધ માં 1900 જેટલા ખાંટ શહીદ થયા હતા. 
જેના પાળીયા આજે પણ જુના બીલખાના ટીબા પાસે ભટ્ટીનદી ના કિનારે આવેલા છે.

એક સમય ખાંટ લોકો સતા વધારતા વધારતા માંગરોળ સુધી પહોંચી ગયા હતા.એમ પણ કહેવામાં આવે છે કે જુનાગઢમાં પણ એક દિવસ પુરતી સતા ખાંટ લોકો એ જમાવી હતી.

આપણા જ્ઞાતિજનો ઓછી જાણે છે. જે બાબત ગુજરાતી સાથે જોડાયેલી છે. ખાંટ ગુજરાતી, જે નાગજી મહારાજ હતા. સિંહોરનાં આ પ્રધાનનાં વંશ જાની બ્રાહ્મણ થયા. 

અને તે ખાંટ ગુજરાતીના ચાર ગામોના ગરાસ હતા. ભાટગામ પીપળીયું, અમીપર અને સુખપર આ ચાર ગામ આ ગુજરાતી શાખ ના હતા.

હવે એવા પાત્રો જેના વિના જ્ઞાતીનો ઈતિહાસ અધુરો છે. આ પાત્રો છે નુર સતાગરબાપુ અને જેરામભારથી બાપુ..સંત નુરસતાગર ઠાકર શાખના બાહાણ હતા.તેમનાં આંગળામાંથી નૂર ઝરતું હતું. 
તેથી તે નૂરસતાગર તરીકે ઓળખાતા હતા. અને આ સંત ખૂબ જ પ્રભાવી અને સતાવાળા હતા. તેને યોગબળ અને પ્રભાવથી આકાશમાંથી મુકિતપાટ ઉતારેલ હતો, જે આજે પણ ખાંટ જ્ઞાતિમાં મરણ થાય ત્યારે પાટ પુરવામાં આવે છે.

આ પવિત્ર ભારત ભૂમિ માં શ્રી ખાંટ જ્ઞાતિનો વસવાટ સૌરાષ્ટ્રમાં છે અને જાજે ભાગે સોરઠ અને હાલાર. 
આમ છુટાછવાયા મળીને આશરે ૨૬૮ ગામડાઓમાં રહી ખેતી અથવા મજુરી તેમજ સાધારણ નોકરીઓ કરી નિર્વાહ ચલાવે છે.

બધી મળીને કુલ વસ્તી આશરે ૪૦૦૦૦ ચાલીસ હજારની લગભગ હશે.
આજે ભારત માંહેના સૌરાષ્ટ્ર પ્રાંતમાં કૃષિકાર અને મજુરીમાં તેમની સંખ્યા બહુમતી માં છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ખાંટ રાજપૂત સમાજ ની ઉત્પતિ અને ખાંટ શી રીતે કહેવાયા. [History of Khant Rajput Samaj]

વીર યોધ્ધા હમીરજી ગોહિલ - Khant Rajput Samaj